Remembering Niranjan Bhagat: 99th Birthday, Centenary Year Begins

 

કવિ નિરંજન ભગત શતાબ્દીવંદના પર્વ
તા.18 મે, 1926 ના રોજ જન્મેલા, આધુનિક ગુજરાતી કાવ્યવિશ્વના આરંભના એક મહત્ત્વના કવિ નિરંજન ભગતના મિત્રો,ચાહકો અને ભાવકો રચિત ‘નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ દ્વારા કવિના શતાબ્દીવર્ષના આરંભપર્વનું એક આયોજન તા.17-5-2025 ના રોજ કરવામાં આવેલું હતું.
ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાનપીઠ અને પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીએ ભગતસાહેબના જીવન અને કવન સંદર્ભે સંવેદનાપૂર્ણ વક્તવ્ય આપ્યું અને શતાબ્દીવર્ષ ઉજવણી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
શતાબ્દીપર્વના આરંભે જાણીતા નાટયકાર અદિતિ દેસાઈ દિગદર્શિત ‘અભિવાચિકમ્’નો એક વિશિષ્ટ કાર્યક્ર્મ રજૂ થયેલો. કવિ નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિમાંથી એમના નગરચેતના સંદર્ભના વિવિધ કાવ્યોની અનન્ય રજુઆત કરવામાં આવેલી. કવિ તુષાર શુક્લ, દેવકી, નિસર્ગ ત્રિવેદી, નૈષદ્ય પુરાણી, ભાર્ગવ પુરોહિત સહિત અન્ય કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવેલી. કવિના ‘પાત્રો’ કાવ્યોની નાટ્યાત્મક રજૂઆત ઉપસ્થિત ભાવકોએ ખૂબ માણી હતી.
પરિચય:

 

 

Niranjan Bhagat Birth Centenary Year (2025 - 2026)

નિરંજન ભગત જન્મશતાબ્દી વર્ષના આરંભે
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ
પ્રસ્તુત
વ્યાખ્યાન: રઘુવીર ચૌધરી : 'નિરંજન ભગત વિશે'
અભિ-વાચિકમ: અદિતિદેસાઈ દિગ્દર્શિત: 'નગરકવિ નિરંજન ભગત'

૧૭ મી મે ૨૦૨૫, શનિવાર, સાંજે ૫.૩૦
રા. વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.

સર્વેને હાર્દિક નિમંત્રણ