Project English

Project-English

Madhyam Gujarati, Uttam Angreji

"Madhyam Gujarati, Uttam Angreji" is an initiative by Shri Niranjan Bhagat Foundation to facilitate the learning and teaching process of English at School level in Gujarati medium schools.

Ahmedabad University supports as a partner for stainable involvement of the youth in this project.

A few renowned, experienced and senior faculties of English language from Gujarat state have been involved in the project work.

As part of the project, teacher training and materials production will be the core area where experts will be working on.

The materials production will be in the form of Three books i.e. Workbook for Learners, Handbook for Teachers, and Training Manual for trainers. The materials will be made according to the international standards of Common European Framework for Reference A1 to B1 Level.

As part of the first pilot phase, around 600 students from 16 schools will be benefited with this project.

With a view to provide, help to the teachers, a team of around 20 trainers will be prepared.

“Madhyam Gujarati, Uttam Angreji” is not only an academic initiative but a social movement to create a more inclusive society by creating competence of English language in the students of Gujarati medium background.

 

Media

 

Madhyam Gujarati Uttam Angreji E_invite

“માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી”  પ્રોજેક્ટનો પ્રારંભ

અમદાવાદ યુનિવર્સિટી અને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમેહાથ ધરાયેલો એક ઉમદા પ્રોજેક્ટ - અમદાવાદ, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯

 

ગુજરાતી ભાષાના જાણીતા કવિ શ્રી નિરંજન ભગત પ્રખ્યાત સાહિત્યકાર ઉપરાંત અંગ્રેજીના વિદ્વાન અધ્યાપક હતા. તેમને 1999 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના વિદ્યાર્થીઓ તથા વાચકો પર તેઓની અમીટ છાપ પડી હતી.

પ્રોજેક્ટ વિશે

ભગતસાહેબ પોતે ગુજરાતના વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું અંગ્રેજી શીખવવાની નેમ ધરાવતા હતા. આ બાબતની જાહેર વિચારણા ચાલતી હતી તે દરમિયાન તેઓએ પોતાનું મંતવ્ય સુંદર રીતે સમજાવીને કહ્યું હતું કે “માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી” એવી નીતિ અપનાવો. અર્થાત આપણા વિદ્યાર્થીઓ માતૃભાષાનું મહત્ત્વ સમજીને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે, પરંતુ સાથોસાથ શ્રેષ્ઠ પ્રકારનું અંગ્રેજી પણ શીખી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ પ્રોજેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓની મહત્ત્વની શૈક્ષણિક જરૂરીયાતને સંતોષવા માટે હાથ ધરાયો છે. તેના બે મુખ્ય હેતુઓ છે.

એક તો વિદ્યાર્થીઓને ઉત્તમ અંગ્રેજી શીખવવું, અને બીજું, સમાજના સાધન સંપન્ન અને નબળા વર્ગ વચ્ચે ઊભી થયેલી ખાઈને દૂર કરવી. આમ આ પ્રોજેક્ટ માત્ર શિક્ષણ સુધારણાનો પ્રયત્ન નથી પણ સામાજિક ન્યાય માટેની કોશિશ પણ બની રહેશે.

આ કોશિશને વધુ અર્થપૂર્ણ બનાવવા બે સંસ્થાઓનું આગવુ યોગદાન છે. જેમાં અમદાવાદ યુનિવર્સિટી એક પાર્ટનર તરીકે તેમજ ગૃહ ફાયનાન્સ એક મજબૂત સપોર્ટ સીસ્ટમ તરીકે સહભાગી થયા છે.

આ પ્રોજેક્ટના ભાગરૂપે સરકારી અભ્યાસક્રમ ઉપરાંત એક વર્કબુક બનાવીને ધોરણ- 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓને બોલચાલનું અંગ્રેજી શીખવવાનો પ્રયાસ થશે. સરળ રીતે,  રમતા-રમતા, ગીતો ગાતા બાળકો માતૃભાષાની જેમ જ અંગ્રેજી બોલવાનું, વાંચવાનું અને લખવાનું શીખી જાય તેવું પૂરક શિક્ષણ મળશે.

આ સમગ્ર પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજી શીખવવાની નવી અને વૈજ્ઞાનિક પધ્ધતિથી માહિતગાર કરી તેઓને તેની તાલીમ આપી શિક્ષણની વર્તમાન વૈશ્વિક પરિસ્થિતી માટે સજ્જ કરવાનો છે.

 પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માં અમદાવાદ શહેર તથા આસપાસના વિસ્તારની કેટલીક પસંદ કરેલી ગુજરાતી શાળાઓમાં પાયલટ સ્ટડી હાથ ધરાયો છે. તે માટે અમદાવાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે મદદરૂપ થશે. અમદાવાદ યુનિવર્સિટીના સ્વયંસેવકો ઉપરાંત સંલગ્ન શાળાઓના શિક્ષકોને પણ તાલીમ મળશે. આ પાઈલટ પ્રોજેક્ટ માટેની બધી વ્યવસ્થા અમદાવાદ યુનિવર્સિટી અને નિરંજન ભગત મેમોરીયલ ટ્રસ્ટ તથા GRUH ફાયનાન્સ તરફથી કરવામાં આવશે.

પ્રોજેક્ટના આરંભે તથા અંતે વિદ્યાર્થીઓની 'ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડઇઝડ' કસોટી લઈને અસરકારકતાનું મૂલ્યાંકન પણ થશે.

 આ સમગ્ર કાર્યમાં અંગ્રેજી ભાષા શિક્ષણના નિષ્ણાંત ડૉ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ ડૉ મિથુન ખાંડવાલા અને ગુજરાતીના જાણીતા સાહિત્યકાર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સતત, નિયમિત અને અર્થપૂર્ણ  માર્ગદર્શન આપી રહ્યાં છે.