Remembering Niranjan Bhagat: 3rd death anniversary

Read: Dakghar: Tagore’s Vision of Life and Deathની ટેક્સ્ટ (in English) 

 

આજે પહેલી ફેબ્રુઆરી છે – આપણા સૌના પ્રિય ભગત સાહેબ – નિરંજન ભગતની ત્રીજી મૃત્યુતિથિ. ત્રણ વર્ષ પહેલાં આજના દિવસે તેઓ આપણને મૂકીને ચાલ્યા ગયા. દર વર્ષે આપણે આ દિવસે સાથે મળીને તેમને યાદ કરીએ છીએ અને આપણો વિષાદ એકબીજા સાથે વહેંચીએ છીએ. ૨૦૧૯માં આપણે વિશ્વકોશના સભાગૃહમાં સાથે મળીને તેમનું વ્યાખ્યાન – Chitrangada: Tagore’s Myth of Illusion and Reality – સાંભળ્યું હતું. ગયે વર્ષે પણ આ જ દિવસે આપણે સાથે મળીને  ડૉ. ગણેશ દેવીનું વ્યાખ્યાન સાંભળ્યું હતું. આ વર્ષે સાથે મળવાનું શક્ય નથી પણ આપણે સાંત્વન લઈશું તેમના શબ્દોથી.

૨૦૦૦માં નિરંજનભાઈના મિત્ર, ધનપાલ શાહનું અવસાન થયું હતું. ૨૦૦૧માં ધનપાલભાઈની પ્રથમ મૃત્યુતિથિના દિવસે તેમના પરિવારજનોની વિનંતીને માન આપીને નિરંજનભાઈએ એક પ્રશિષ્ટ વ્યાખ્યાન આપ્યું હતું જેનું શીર્ષક હતું, Dakghar: Tagore’s Vision of Life and Death. આ વ્યાખ્યાનની હસ્તપ્રત નિરંજનભાઈએ સાચવી રાખી હતી. આજે તે વ્યાખ્યાનની ટેક્સ્ટ પ્રથમ વાર જાહેર જનતા સમક્ષ પ્રસ્તુત થાય છે.

‘ડાકઘર’, રવીન્દ્રનાથનું જગપ્રસિદ્ધ નાટક છે. તે અંગેની સમગ્ર માહિતી નિરંજનભાઈ વ્યાખ્યાન દરમિયાન આપવાના છે. નિરંજનભાઈ માનતા હતા કે ‘ચિત્રાંગદા’ પદ્યનાટ્ય, ‘ડાકઘર’ નાટક અને ‘ગોરા’ નવલકથામાં રવીન્દ્રનાથના વ્યક્તિત્વનો અર્ક સમાયેલો છે. આજે નિરંજનભાઈની, ભગત સાહેબની ત્રીજી મૃત્યુતિથિના દિવસે તેમના શબ્દોમાં તેમના પ્રિય સર્જકની એક મહાન કૃતિનો આસ્વાદ માણીને આપણો ખાલીપો હળવો કરીએ અને તેમને યાદ કરીને આપણું ઋણ વ્યક્ત કરીએ.

Read: Dakghar: Tagore’s Vision of Life and Deathની ટેક્સ્ટ (in English)