Launch of Project English - Madhyam Gujarati, Uttam Angreji
"Madhyam Gujarati, Uttam Angreji" is an initiative by Shri Niranjan Bhagat Foundation to facilitate the learning and teaching process of English at School level in Gujarati medium schools.
“માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” પ્રોજેક્ટનો પ્રારંભ
ભગતસાહેબ પોતે ગુજરાતના વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું અંગ્રેજી શીખવવાની નેમ ધરાવતા હતા. આ બાબતની જાહેર વિચારણા ચાલતી હતી તે દરમિયાન તેઓએ પોતાનું મંતવ્ય સુંદર રીતે સમજાવીને કહ્યું હતું કે “માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી” એવી નીતિ અપનાવો. અર્થાત આપણા વિદ્યાર્થીઓ માતૃભાષાનું મહત્ત્વ સમજીને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે, પરંતુ સાથોસાથ શ્રેષ્ઠ પ્રકારનું અંગ્રેજી પણ શીખી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ પ્રોજેક્ટ ગુજરાતના વિદ્યાર્થીઓની મહત્ત્વની શૈક્ષણિક જરૂરીયાતને સંતોષવા માટે હાથ ધરાયો છે.