Collaborations

સ્વાધ્યાયલોક (૮ ભાગમાં )

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી NBMT) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત છે. હવે પછી ‘બૃહત છંદોલય’, ‘ચિત્રાંગદા’ (સંવર્ધિત આવૃત્તિ), વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત અન્ય સાહિત્ય ઇત્યાદિ એકત્રના માધ્યમ દ્વારા પ્રસ્તુત થશે. ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.

ભગત સાહેબનાં ૮ પુસ્તકો એમની ૯૬મી જન્મજયંતિના અવસરે એક સાથે ઈ-પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.

૧૮ મે, ૨૦૨૨
ટ્રસ્ટીમંડળ - એનબીએમટી
એકત્ર ફાઉન્ડેશન

ગુજરાતી સાહિત્ય પરિષદ

નિ રંજન ભગતની અંગત લાયબ્રેરીના લગભગ સાત થી આઠ હજાર પુસ્તકો ગુજરાતી સાહિત્ય પરિષદમાં રાખવામાં આવ્યા છે.